How to Fix Water Tank Leakage
આપની ટાંકી નું વોટર પ્રુફીંગ અમે નીચેની પદ્ધતિ થી કરીશું.
1. ટાંકીને કમ્પ્લીટ સાફ કરીને ચીકણી સપાટી દૂર કરીશું, જરૂર લાગે ત્યાં પ્લાસ્ટર ઉખાડીને નવું કરીશું
2. ત્યારબાદ પ્રથમ સિલિકોન કેમિકલ નું કોટિંગ કરવામાં આવશે જેનાથી નાનાં છીદ્રો અને તિરાડો પુરાઈ જાય છે
3. પ્રથમ કોટિંગ સુકાય ત્યારબાદ બીજું કોટિંગ : 1 માપ સિલિકોન અને 1 માપ વોટરપ્રુફ વ્હાઈટ સિમેન્ટ નું કોટિંગ કરવામાં આવશે જેનાથી દીવાલ માં રહેલી મોટી ક્રેકો પૂરી જશે
4. ત્રીજા કોટિંગ માં પણ 1 માપ સિલિકોન અને 1 માપ વોટરપ્રુફ વ્હાઈટ સિમેન્ટ વાપરવા થી ટાંકી ની દીવાલો મજબૂત થશે અને ત્યારબાદ નવી તિરાડો પડવાની શક્યતા રહેશે નહિ
5. છેલ્લે ચોથું કોટિંગ ફક્ત સિલિકોન કેમિકલ નું કરવાથી ટાંકી 100% વોટર પ્રુફીંગ થઇ જશે.
અમે કરેલ કામ ની 5 વર્ષ ની ફુલ્લ ગેરન્ટી આપીએ છીએ જો 5 વર્ષ દરમ્યાન કોઈ પણ જાત નું લીકેજ થાય તો તે અમારા ખર્ચે કરી આપવાની જવાબદારી લઈએ છીએ નોંધ: આનો મતલબ એ નથી કે ત્રણ વર્ષ પછી તમારે ફરીથી કામ કરાવવું પડશે એકવાર કોઈ પણ ભૂલ વગર પરફેક્ટ વોટર પ્રુફીંગ થઇ જાય પછી વર્ષો ના વર્ષો સુંધી કોઈ પણ જાત નું લીકેજ થવાની શક્યતા રહેતી નથી
શરતો : Water Tank Leakage
આપેલ ભાવ માં માલસામાન ,મજુરી અને અન્ય ટેક્સ શામેલ હશે.
અહી દર્શાવેલ કામ અમે એક જ દિવસ માં પૂરું કરી આપીશું આપે અમને સવારના 9-00 વાગે ખાલી ટાંકી આપવાની રહેશે અમારું કામ સાંજે પતિ જશે પરંતુ તેને સંપૂર્ણ સુકાવા માટે 10-થી 12 કલાક નો સમય આપવો પડે છે જેથી સાંજનું એક ટાઈમ નું પાણી ટાંકીમાં ના પડે તેનું તમારે ધ્યાન રાખી સહકાર આપવો પડશે.
બીજા દિવસે સવારે તમે પાણી ચાલુ કરી શકો છો જે તમે ફક્ત ઘરકામ માં વાપરવા માટે જ ઉપયોગમાં લઇ શકશો કારણ કે એક દિવસ સુંધી પાણી માં સિમેન્ટ અને કેમિકલ ની થોડી વાસ આવશે એટલે એક દિવસ આ પાણી પીવાના ઉપયોગ માં લેવું નહિ.
પાણી માં લીલ જામતી નથી અને પાણી પીવાલાયક ચોખ્ખું રહે છે.