Gujarati website

Welcome to our Gujarati website for watersel waterproofing service.વોટરશીલ ની ગુજરાતી વેબસાઈટ  માં આપનું સ્વાગત છે.

વોટરપ્રુફીંગની  સર્વિસ  અમે ફક્ત ગુજરાત માં જ પૂરી પાળીએ  છીએ. એટલે અમે દરેક ગુજરાતી ને અમારી સર્વિસ વિષે વિસ્તાર થી સમજાવા  માટે આ ગુજરાતી વેબસાઈટ તૈયાર કારાવડાવી છે.

ધાબા ઉપર ક્યારે વોટરપૃફિંગ કરાવવું પડે છે ?

ચોમાસા દરમિયાન  વરસાદી પાણી ધાબા પરથી લીક થઈને સીલીંગ અને દીવાલો માં  ભેજ સ્વરૂપે દેખાઈ અથવા પાણી ટપકે ત્યારે  ધાબા ને વોટરપૃફિંગ ની જરૂરિયાત છે તેમ કહી શકાય  .

ચોમાસા દરમ્યાન ધાબા માં થી લીકેજ થતું પાણી ઘરને ઘણું નુકશાન કરે છે જેવું  કે,

 • 1  વાયરીંગ અને સ્વીચ બોર્ડ માં શોર્ટ સર્કીટ,પંખા,લાઈટ ,ટીવી ,ફ્રીજ ,જેવા ઉપકરણો  બગડી જવા કે તેમાંથી ભારે કરંટ  લાગવો .
 • 2  દર ચોમાસા માં થોડો થોડો ભેજ લાગવાથી સીલીન્ગનું  પ્લાસ્ટર નબળું પડી જતાં  કોઈક વખત અચાનક જ પ્લાસ્ટર નો મોટો ટુકડો તૂટી પડતા નાનો-મોટો અકસ્માત. થઈ શકે છે
 • 3  દિવાલોમાં ઉતરતા ભેજને લીધે કલરકામ અને  પ્લાસ્ટર ને તો નુકશાન થાય છે જ, પરંતુ, તેના  કરતા પણ ગંભીર બાબત એ  છે કે ,દિવાલો માં ઉતરેલું  પાણી સુકાતા ઘણો લાંબો સમય લાગે છે તેને કારણે પ્લાસ્ટર તથા કલરકામ ની પોપડીઓ પાછળ  સુક્ષ્મ જીવાત અને બેક્ટેરિયા ઉત્પન થવાથી તમારા પરિવાર નું સ્વાસ્થ્ય જોખમાય છે

Wall Fancus waterproofingwaterseal waterproofingWall dampnes

Types of waterproofing – વોટરપૃફિંગની જુની પધ્ધતિઓ

waterseal waterproofingજુના પ્લાસ્ટર ને ઉખાડી ને નવું પ્લાસ્ટર કે RCC  ધાબું  ભરવું

ગેરફાયદા:

1. ધાબા ઉપર વજન વધે છે

2. જુના ધાબા  ઉપર નવું પ્લાસ્ટર ટકતું નથી એક બે વર્ષ માં  ફરીથી લીકેજ શરુ થઇ જાય છે

3. કામ કરાવવામાં વધુ સમય અને વધુ ખર્ચ થાય છે.

4. ઘર ની આસપાસ રેતી-સિમેન્ટ કે તોડફોડ ના ઢગલા થાય છે.

5. કામ દરમ્યાન વધુ અવર જવર  અને રેતી સિમેન્ટ થી આખા ઘર માં ગંદકી થાય છે.
 
6. કામ પૂરું થયા બાદ કે ચાલુ કામે પાણી છાંટવાની ઝંઝટ રહે છે.
 

પ્લાસ્ટર કાઢી નાખી ચાઈના મોઝેક કે ટાઈલ્સ નખાવવાwaterseal waterproofing   waterseal waterproofing

 ગેરફાયદા:
 
1. ધાબા ઉપર વજન વધે છે

2. ચાઈના મોઝેક કે ટાઈલ્સ ના જોઈન્ટ એક બે વર્ષ માં ખુલી જતા
ફરીથી લીકેજ શરુ થઇ જાય છે

3. કામ કરાવવામાં વધુ સમય અને વધુ ખર્ચ થાય છે.

 


ડામર ની શીટ  અથવા ડામર વડે કરવામાં આવતી  અત્યંત જૂની વોટરપૃફિંગ પધ્ધતિwaterseal waterproofing

ગેરફાયદા :
 
1.ગરમી માં ડામર ઓગળતાં  ધાબુ ચાલવા કે વાપરવા લાયક રહેતું નથી
 2. આ પધ્ધતિ થી એકવાર વોટરપૃફિંગ કરવામાં આવ્યું હોય તો ભવિષ્ય માં પ્લાસ્ટર કે અન્ય કોઈપણ જાતનું કામ કરી   શકાતું નથી.
 3. ઉનાળા માં ઘરમાં પુષ્કળ ગરમી લાગે છે.
 
 
 

Wall Fancus waterproofing

ઘર ઘથ્થું  ઉપાયો:

આ સિવાય ઘર ઘથ્થું  ઉપાયો જેવા કે ; સિમેન્ટ માં ગોળ ની રસી ,કોસ્ટીક સોડા,અથવા હાર્ડવેર ની દુકાનો માં મળતા વિવિધ પ્રકારના વોટરપૃફિંગ કેમિકલ્સ  મિલાવીને ફાટો પુરવી કે ,પાતળું પ્લાસ્ટર કરવા જેવા  નુસ્ખા કરવામાં આવતા હોય છે.

જે ફક્ત આશ્વાસન પુરતાં જ હોય છે તેમ કરવાથી કોઈ જાતનો કાયમી ફાયદો  મળતો નથી.ફક્ત સિમેન્ટ ના થર કરી ધાબું બગાડવામાં આવે છે. તેના પર સારી  ક્વોલિટી નું વોટરપૃફિંગ કરાવવું હોય ત્યારે તેને દૂર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે.

જુના ધાબા ઉપર વોટરપ્રુફિંગ કરવાની મેથડ

Terrace Waterproofing Solutions

નવા બાંધકામ માં  વોટરપ્રુફિંગ  કરવાની મેથડ

New Terrace Waterproofing Method

Silicone Waterproofing

આધુનિક  સિલિકોન વોટરપૃફિંગ મેથડ ના ફાયદા

 1. કોઈ પણ જાતની તોડફોડ વગર નું ઝડપી વોટરપૃફિંગ
 2. ઘર ની આસપાસ રેતી-સિમેન્ટ કે તોડફોડ ના ઢગલા નહિ
 3. કામ દરમ્યાન કોઈ પણ જાતની ગંદકી નહિ
 4. કામ પૂરું થયા બાદ કે ચાલુ કામે પાણી છાંટવાની ઝંઝટ નહિ
 5. મકાન ઉપર વજન વધવાની ચિંતા નહિ (100 Sq.ft પર આશરે 10 Kg વજન)
 6. સિલિકોન વોટરપૃફિંગ કેમિકલ રબ્બર બેઝ ધરાવતું હોવાને લીધે ગરમી માં સપાટી ઉપર ક્રેક્સ પડતી નથી
 7. સમગ્ર ધાબુ કેમિકલ અને વ્હાઈટ સિમેન્ટ થી સીલ થઇ જતું હોવાથી ગરમ કે
 8. ઠંડી હવા રૂમ માં ઓછી અસર કરે છે એટલે કે ઉનાળા માં ગરમી અને શિયાળા માં ઠંડી ઓછી અનુભવાય છે.
 9. ભવિષ્ય માં નવો માળ બાંધવો હોય ત્યારે સિલિકોન વોટરપૃફિંગ ને ખોદી કાઢવાની જરૂર નથી
 10. સિલિકોન વોટરપૃફિંગની સપાટી મેટ ફીનીશ હોવાથી લપસી પડતું નથી
 11. અન્ય વોટરપૃફિંગની સરખામણી એ ખર્ચ ઓછો થાય છે અને ત્રણ થી પાંચ વર્ષ ની
 12. નિશ્ચિંત લેખિત ગેરન્ટી આપવામાં આવે છે ( પછી પણ ઘણા વર્ષો સુંધી લીકેજ થતું નથી )

Silicone Waterproofing Method

સિલિકોન વોટરપૃફિંગ કરવાની પદ્ધતિ :

સૌ પ્રથમ આખા ધાબા ને વાળી કચરો દુર કરી પાણી વડે ધોવા માં આવે છે જેથી નાની- મોટી તિરાડો અને છીદ્રો ખુલ્લા થાય છે
 
પ્રથમ કોટિંગ:
 
સિલિકોન પોલીમર્સ + વ્હાઈટ સિમેન્ટ  પ્રમાણસર લઇ ને બ્રશ કે રોલર વડે પ્રથમ કોટિંગ કરવાથી નાના છિદ્રો અને ક્રેક્સ માં કેમિકલ ઉતરે છે અને જ્યાંથી પાણી ઉતરતું હતું તે જગ્યાઓ માં કેમિકલ ઉતરીને ફિક્ષ થઇ જવાથી ભવિષ્ય માં પાણી ઝમવાનો પ્રશ્ન ઉભો થતો નથી .
 
ત્યારબાદ ધાબા,પારી તથા પેરાફીટ ઉપર દેખાતી નાની- મોટી તિરાડો ને ભરવા સ્પેશિઅલ સીલીકોન ક્રેક ફિલર પેસ્ટ તૈયાર  કરીને ભરવામાં આવે છે.
 

બીજું કોટિંગ :સિલિકોન પોલીમર્સ + વ્હાઈટ સિમેન્ટ  પ્રમાણસર લઇ ને બ્રશ કે રોલર વડે બીજું  કોટિંગ કરવાથી પ્રથમ કરેલ કોટિંગ અને ક્રેક ટ્રીટમેન્ટ વધુ પ્રોટેક્ટ થાય છે

ત્રીજુ કોટિંગ:
 
અગાઉ કરેલ બે કોટિંગ કરતા ત્રીજું કોટિંગ વધારે ઘટ્ટ  ( thick )બનાવાય છે જે આખા ધાબા ને મજબુત અને સોલીડ બનાવે છે
 
ચોથું કોટિંગ :
 
ચોથા કોટિંગ માં કેમિકલ નું પ્રમાણ વધારે અને સિમેન્ટ નું પ્રમાણ ઓછુ લઈ આખા ધાબા પર રોલિંગ કરવાથી  ફીનીશીંગ ની સાથે-સાથે લોંગલાઈફ વોટર પ્રુફિંગ નું લેયર તૈયાર થાય છે
 
નોંધ: સમગ્ર ચાર કોટિંગ બાદ માત્ર 2 થી 3 mm  નું લેયર તૈયાર થાય છે જેમાં નવી ક્રેક્સ પડવાની શક્યતા નહીવત છે. જો એનાથી વધારે thickness કરવામાં આવે તો તેમાં રહેલ સિમેન્ટ ઉનાળામાં ફાટી જાય છે.
એટલે કે, વોટર પ્રુફિંગ માં મજબૂતાઈ મહત્વની છે નહિ કે જાડાઈ.
 

જો તમારા ધાબા નો ઢાળ કે સરફેસ  ઉંચી નીચી હોય તો તેને લેવલમાં લાવી શકાતી નથી. કારણ કે  તેને લેવલ માં લાવવા માટે પ્લાસ્ટર કરવું પડે  અને જો  પ્લાસ્ટર કરીએ તો પાછુ ઉનાળા માં ફાટી જાય અથવા સપાટી ઉખડી જાય.

સિલિકોન વોટરપૃફિંગ નો ઉદ્દેશ ફક્ત ભેજ અને પાણી લીકેજ ને દૂર કરવાનો છે.જે 100% સફળ થાય છે.તમારા  ધાબા પર વરસાદ નું પાણી ગમે તેટલું ભરાઈ રહેતું હોય તો પણ એક વાર સિલિકોન વોટરપૃફિંગ થઇ ગયા બાદ કોઈ જગ્યાએ  થી લીકેજ થતું નથી.

Silicone Waterproofing

swimming Pool waterproofing

Silicone Waterproofing on Dome

Coloured Terrace Waterproofing

Tarrace Waterproofing Methods